માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર ચા બનાવતા સમયે દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ


SHARE

















મોરબીના નવલખી રોડ ઉપર ચા બનાવતા સમયે દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધુતારી વિસ્તાર નજીક  રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના દયાબેન પ્રવીણભાઈ પીલુડીયા જાતે કોળી નામની ૩૫ વર્ષીય મહિલા તેઓના ઘેર લાકડાના ચુલા ઉપર ચા બનાવી રહ્યા હતા ત્યારે આગની જાળ તેઓએ પહેરેલા કપડામાં લાગી જતાં દાજી જવાથી તેઓને અહીંની આયુષ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ બન્સ વિભાગમાં હાલ એડમીટ કરવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના વશરમભાઇ મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ફરીદાબેન ફિરોઝશા શાહમદાર જાતે ફકીર નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા બાયપાસ ચોકડી નજીક રહેતો નીકીભાઈ રામસિંગભાઈ રાજપુત (૨૬) અને સોનુભાઈ રામનિવાસ રાજપૂત (૨૧) નામના બે યુવાનો બાઇક લઇને શનાળા-રાજકોટ હાઈવે ઉપરથી જતા હતા ત્યાં તેમના બાઇકની રિક્ષા સાથે અથડામણ થતાં બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે માળીયા મીંયાણા નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માતના બનાવમાં રફિકભાઈ કરીમભાઈ કટિયા નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તે રીતે જ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા દેવજીભાઈ વશરામભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલ ખસેડાયા હોવાનું જણાવીને પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રાજેશ રામજીભાઇ ચાવડા નામનો ૩૪ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સામેકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશભાઈ ચાવડાને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટના રહેવાસી ભુરીબેન જીવાભાઈ ટમારીયા નામના ૫૬ વર્ષીય આધેડ મહિલા મોરબીના બેલા ગામ નજીક બાઇક પાછળ બેસીને જતાં હતા તે સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત ભુરીબેન ટમારીયાને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.




Latest News