મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત સાત જુગારી પકડાયા
મોરબીમાં માંગેલી કાર લઈને મજૂરોને લેવા માટે ગયેલા કોન્ટ્રાકટર સહિત ત્રણને મોત મળ્યું
SHARE









મોરબીમાં માંગેલી કાર લઈને મજૂરોને લેવા માટે ગયેલા કોન્ટ્રાકટર સહિત ત્રણને મોત મળ્યું
મોરબીના રાજપર થી બગથળા પાટીયા વચ્ચે રોડ ઉપરથી કાર જતી હતી તેના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં આવેલ વિજપોલ સાથે અથડાઇ હતી અને એસેન્ટ કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ હતા કારમાં બેઠેલ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા અને તેના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં પોલીસે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને કારના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ગઇકાલે મોડી સાંજના સમયે મોરબીના રાજપર થી બગથળા પાટીયા વચ્ચે રોડ ઉપરથી એસેન્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે પોતાના કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વિજપોલ સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી ગઇ હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા ડ્રાઇવર, એક મહિલા અને અન્ય વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે ત્રણેયના મોત નિપજ્યા હતા અને રાજપરથી આગળના ભાગમાં આવેલ ઓરેન્જ પોલીપેકના નામના કારખાનાની અંદર મજૂરી કામનો કોન્ટ્રાકટર અને મજૂરો હોવાનું જે તે સમયે સામે આવ્યું હતુ
હાલમાં અકસ્માતના આ બનાવમાં મુળ બિહારના રહેવાસી અને હાલ ટંકારા લતીપર રોડ પટેલ સોસા.માં રહેતા મૃતક યુવાનના ભાઈ મંજયકુમાર બેચનભાઈ મેહતા જાતે કુશવાહ (ઉ.૩૦)ની ફરિયાદ લેવામાં આવેલ છે અને મૃતક એસેન્ટ કાર નં. જીજે ૩ સીએ ૪૮૧૪ ના ચાલક રંજયકુમાર બેચનભાઈ મેહતા જાતે કુશવાહ (ઉ.૩૦) ધંધો લેબર કોન્ટ્રાક્ટર રહે. હાલ ટંકારા લતીપર રોડ પટેલ સોસા. મુળ રહે. મુકુન્દનગર વોર્ડ નં-૧ બિહાર વાળાની સામે આઇપીસીની કલમ ૨૭૯, ૩૦૪ ( અ ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, તેનો ભાઈ સંજય નામના બીજા કોન્ટ્રાકટરની ગાડી માંગીને મજૂરોને લેવા માટે ગયો હતો અને રસ્તામાં અકસ્માત થવાથી તેમાં બેઠેલા તમામના મોત થયા છે
જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં ફરિયાદીએ લખાવ્યું છે કે, તેનો ભાઈ પોતાની એસેન્ટ કાર લઈને રાજપર થી બગથળા પાટીયા વચ્ચે રોડ ઉપરથી પસાર થી રહ્યો હતો ત્યારે તેને પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને રોડની ડાબી સાઈડમા આવેલ લોખંડના ઈલેકટ્રીક થાંભલા સાથે કાર અથડાવી હતી જેથી તેને વધુ ઇજાઓ થયેલ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જો કે, કારમાં બેઠેલા સાહેબલાલ શ્રીરામબહાદુર યાદવ તથા તેમની સાથે રહેતી ઈન્દોરવતીકુમારી ડો/ ઓ ગંગારામ પંડીત ને ગંભીર ઈજાઓ થયેલ હોવાથી ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલે લઈ જતાં હતા ત્યારે રસ્તામાં તે બંનેના મોત નિપજ્યાં હતા આમ અકસ્માતના આ બનાવમાં એક મહિલા સહિત ત્રણનાં મોત નિપજ્યાં છે અને હાલમાં પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જો કે, કારમાં બેઠેલ મહિલા મૃતક બંને યુવાનમાંથી કોઇની પત્ની ન હતી તો કારમાં રાતે તેઓની સાથે કેમ હતી તે સૌથી મોટો સવાલ છે
