મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત સાત જુગારી પકડાયા
SHARE









મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત સાત જુગારી પકડાયા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં પોલીસે જુગારની બે રેડ કરી હતી તેમાં પાંચ મહિલા સહિત કુલ મળીને સાત જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૮૦ ની રોકદ્ને કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મેઇન બજારમાં વજીબેનના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વિજયભાઇ રમેશભાઇ બારૈયા (ઉ.૨૩), લખમણભાઇ સોમાભાઇ મકવાણા (ઉ.૧૯), મુકતાબેન કાંતિભાઇ મોરવાડીયા (ઉ.૩૮) અને જ્યોતિબેન દિલીપભાઇ સુરેલા (ઉ.૩૮) રહે. બધા જ ત્રાજપર ખારી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૨,૩૮૦ કબજે કરીને તેની સામે જુગારધારનો કેસ કરીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ત્રાજપર ખારીમાં રામજી મંદીર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે કુકીબેન લખમણભાઇ સીરોહીયા (ઉ.૪૮), મંજુબેન ધીરૂભાઇ રાઢોડ (ઉ.૫૨) અને કાશીબેન લવજીભાઇ સુરેલા (ઉ.૫૫) રહે, ત્રણેય ત્રાજપર ખારી વાળી જાહેરમાં જુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી ૧૫૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
