મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં બેન્કના ગ્રાહકો સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરનારા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં બેન્કના ગ્રાહકો સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરનારા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર

સામાન્ય રીતે લોકો પોતાના રૂપિયા સલામત રહે તે માટે બેંકમાં રૂપિયા મુક્તા હોય છે જો કેમોરબીમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્કના ગ્રાહકો સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરવામાં આવી છે આ સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, આ બેન્કના એક કર્મચારી પ્રકાશ નકુમએ બેન્કના ૫૯ ગ્રાહકો અને બેન્કની સાથે છેતરપિંડી કરી હતી જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે

ઓગસ્ટ ૨૦૨૧ માં રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના કર્મચારીઓ દ્વારા ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ)ની રકમનો ઉપડવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાર બાદમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા ડિસેમ્બર માહિનામાં બેંકના જ એક કર્મચારીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને આ કર્મચારી દ્વારા બેન્કના ગ્રાહકો અન બેન્કની સાથે ૧.૯૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ (૨૮) રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી લેવામાં આવી હતી અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને ઓળવી જઈ આરોપી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ આરોપીઓએ બેન્ક સાથે ઠગાઇ અને વિશ્વાસધાત કરેલ છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કેરાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.૨૩૯ ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ઠગાઇ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેવર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા

આ બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરની ફરિયાદ લઈને આરોપીની સામે આઇ.પી.સી.કલમ-૪૦૯૪૦૬૪૨૦૪૬૫૪૬૭૪૬૮૪૭૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી હતી અને બેન્કના સ્ટાફના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલમાં પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમની ધરપકડ કરેલ છે જો કેરાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારીએ કરેલ છેતરપિંડી એક કર્મચારીથી થઈ શકે તેમ નથી જેથી આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના સાત દિવસના રિમાન્ડ લઈને આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News