મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

કોરોના અનબીટન: મોરબી જીલ્લામાં વધુ ૨૦૬ કેસ, લોકોની બેદરકારી યથાવત​​​​​​​ 


SHARE







કોરોના અનબીટન: મોરબી જીલ્લામાં વધુ ૨૦૬ કેસ, લોકોની બેદરકારી યથાવત 

મોરબી જિલ્લામાં કોરોના હાલમાં ટોપ ગિયરમાં છે અને દરરોજ કોરોના બેવડી સદી કરી રહ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગઇકાલે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના નવા ૨૦૬ કેસ નોંધાયેલા છે અને હાલમાં ત્રીજા રાઉન્ડમાં મોરની જીલ્લામાં જે કોરોનાના નવા કેસ આવી રહ્યા છે તેમાં લગભગ ૭૫ ટકા જેટલા કેસ માત્ર મોરબી તાલુકાનાં છે.

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો પણ લોકોની બેદરકારી યથાવત જ હોય તેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કેવી રીતે કંટ્રોલમાં આવશે તે સૌથી મોટો સવાલ છે ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જિલ્લામાથી ૧૭૬૦ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કોરોનાના નવા ૨૦૬ કેસ આવ્યા છે જેથી કરીને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં ૧૧૭૩ થયેલ છે ગઇકાલે જે કેસ આવેલ છે તેની તાલુકા અને શહેર વાઇઝ માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ગ્રામ્ય ૫૯, મોરબી શહેર ૯૭, વાંકાનેર ગ્રામ્ય ૯, વાંકાનેર શહેર ૪, હળવદ ગ્રામ્ય ૧૨, ટંકારા ગ્રામ્ય ૧૮, માળિયા ગ્રામ્ય ૭ કેસ નોંધાયા છે અને છેલ્લા દિવસોમાં કોરોનાની આ ત્રીજી લહેરમાં કોરોનાના જે પોઝિટિવ કેસ મોરબી જીલ્લામા આવેલા છે તેમાં સૌથી વધુ ૭૫ ટકા કેસ એકલા મોરબી તાલુકામાં છે.






Latest News