ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપે રાષ્ટ્ર પુરુષ પુસ્તક ૬૦૦ સરકારી શાળામાં અર્પણ 


SHARE













મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપે રાષ્ટ્ર પુરુ પુસ્તક ૬૦૦ સરકારી શાળામાં અર્પણ 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના સંકલનથી ડો.બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર કિશોર મકવાણાની કલમે લખાયેલ પુસ્તક રાષ્ટ્ર પુરુષ પુસ્તક મોરબી જિલ્લાની ૬૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળામાં અર્પણ કરાયું છે ડોક્ટર ભીમ રાવ રામજી આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડનાર કે સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર  નેતા કે દલિત નેતા જ નહોતા તેઓ એક મહાન રાષ્ટ્ર નિર્માતા છે. ડોક્ટર બાબા સાહેબનું વ્યક્તિગત ઘણું વિરાટ અને ઉતંગ હતું."નેશન ફર્સ્ટ" એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું હતું. તેમણે હંમેશા રાષ્ટ્રની ચિંતા કરી. તેમણે એક નવો જ ચિંતન રજૂ કર્યું કે *રાષ્ટ્ર અને શક્તિશાળી બનાવવુ હશે તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધૂતવના વ્યહવારનો અનુભવ થવો જોઈએ .

 

બાબાસાહેબે ધાર્મિક સામાજિક, રાજકીય,આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે.અને ભાષણોનો કર્યા છે આ બધામાં એમનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. એનો આપણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ તો એમાં મહાન રાષ્ટ્ર પુરુષના દર્શન થાય છે.રાષ્ટ્રનિર્માણમાં બાબાસાહેબનું યોગદાન ઐતિહાસીક છે. રાષ્ટ્રનિર્માણ સામાન્ય કામ નથી. રાષ્ટ્રનિર્માતાએ પોતાના રાષ્ટ્રનો ઈતિહાસ, ધર્મ પરંપરા, સમાજ વ્યવસ્થા,રાજકીય ઇતિહાસ લોક પરંપરા, સાંસ્કૃતિક, અને લોકમાનસ વગેરે વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન હોય એ જરૂરી છે.

 રાષ્ટ્ર નિર્માણ કરનાર નેતાઓમા સાત ગુણો હોય એ જરૂરી છે જેમાં રાષ્ટ્ર બાબતે સ્પષ્ટ દ્રષ્ટિકોણ, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી, સામાજિક તેમજ રાષ્ટ્રનિર્માણનો ગહન અભ્યાસ-જ્ઞાન, શ્રેષ્ઠસ્તરનું ચરિત્ર ૫.લોક સંગઠન કરવાની અદભૂત ક્ષમતા, રાષ્ટ્રનિર્માણ તરફ દોરી જાય એવો રોડમેપ અને નેતૃત્વ કરવાની અસાધારણ ક્ષમતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવા જ  મહાપુરુષ હતા. તેમના જીવનમાં આ બધા ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ભારત અને રાષ્ટ્રીય પ્રશ્નો તરફ જોવાનો દ્રષ્ટિકોણ અહીં આપેલા ત્રણ વિધાનોથી સમજાઈ જશે તેમના જીવનનો ઉદ્દેશ્ય શું હતો? અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્ર કાર્ય - દેશસેવા છે, તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એટલે ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે જો તમે આપણા રાષ્ટ્રની ઉન્નતિ ઇચ્છતા હોય અને દુનિયાના મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઈએ. આ માટે પ્રયત્નો થવા જોઇએ તેમજ કોઈપણ રાષ્ટ્રમાં, સમાજમાં એકતા હોવી જોઈએ. હું કોઇપણ પ્રકારના ભેદભાવ માનતો નથી હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું આવી વૃત્તિ જ ભારતની આઝાદી માટે પોષક છે.

આ પુસ્તકમાં ડૉ બાબાસાહેબ આંબેડકરના મહાન જીવનને ખૂબ જ ટૂંકમાં લોકો વચ્ચે લાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે એવી રીતે કહીયે તો બાબાસાહેબના મહાસાગર જેવા વ્યક્તિત્વનું એક નાનકડું બિંદુ માત્ર છે. આ રાષ્ટ્ર પુરુષ પુસ્તક યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ૬૦૦ સરકારી પ્રાથમિક શાળામાં અર્પણ કરેલ છે આ પુસ્તકના વાંચન થકી હજારો બાળકો ડો.બાબાસાહેબના જીવન કવનને જાણી શકશે સમજી શકશે પુસ્તક આપવા બદલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીયંગ ઈન્ડિયા ગ્રુપનો આભાર માન્યો હત






Latest News