મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પંચાયત હસ્તકના રસ્તા સ્ટેટ હાઈવેને સોંપવામાં આવે તેવી સીએમને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પંચાયત હસ્તકના રસ્તા સ્ટેટ હાઈવેને સોંપવામાં આવે તેવી સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી પસાર થતાં માર્ગ મકાન પંચાયત વિભાગના રસ્તાઓ છે તે રસ્તાઓને સ્ટેટ હાઈવેની કેટેગરીમાં બનાવી આપવા માટેની મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો એક ઔદ્યોગિક હબ છે અને અહી સીરામીક, ઘડીયાલ, સેનેટરીવેર, પોલીપેક, પેપરમીલ, લેમીનેટેડ, સ્પીનીંગ, જીનીંગ વિગેરે મળી આશરે નાના મોટા ૨૫૦૦ થી ૩૦૦૦ ઉદ્યોગ ચાલે છે જેમાં દરરોજ ૧૦,૦૦૦ ટૂક લોડીંગ-અનલોડીંગ માટે આવે છે અને મોટા ભાગના ટ્રેકમાં ૫૦ થી ૭૫ ટનનું લોડીંગ હોય છે જેથી હેવી લોડ અને વધુ ટ્રાફીક ધરાવતા ગ્રામ્ય વિસ્તારના પંચાયત હસ્તક અને કાચા રસ્તાઓ બન્યા પછી છ માસમાં તૂટી જાય છે અને સમય મર્યાદા સુધી નવા રસ્તા થતા નથી જેથી આ વિસ્તારના ઉદ્યોગકારો અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ખુબ જ હેરાનગતી ભોગવવી પડે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવતા ઔદ્યોગિક ઝોનના રસ્તાઓ જેમાં પીપળી રોડ, જડેશ્વર રોડ, હળવદ રોડ અને નાની વાવડી રોડ વહેલી તકે સ્ટેટ હાઈવેમાં કન્વર્ડ કરીને સ્ટેટ હાઈવેને સોંપવામાં આવે તેવી માંગણી કરેલ છે 






Latest News