મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસે સરકારી જમીનો ઉપરથી દબાણોને હટાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબીના રવાપર ગામ પાસે સરકારી જમીનો ઉપરથી દબાણોને હટાવવા સીએમને રજૂઆત

મોરબીના રવાપર ગામની આસપાસમાં સરકારી ખરાબાઓ ઉપર ગેરકાયદે દબાણો કરવામાં આવેલ છે જેથી કરીને આ દબાનોને દૂર કરવાની માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમ સમક્ષ કરવામાં આવી છે અને સરકારી ખરાબામાં જમીનની માંગણી કરનારા સાચા માગણીદરોને જમીન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં મોરબી શહેરને અડીને આવેલ રવાપર ગામ કે જે, હાલ મોરબી શહેરનો જ એક ભાગ બની જવા પામેલ છે. ત્યાં ઘણા સરકારી ખરાબાઓ આવેલ છે. અને આ ખરાબાઓ ઉપર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે તો પણ સરકારી તંત્ર મુક બનીને તમાશો જોવે છે જેથી તંત્રની મિલી ભગતથી જ દબાણો થાય હકે તેવું ઘાટ સર્જાયો છે અને લોકોમાં છાતી ચર્ચા મુજબ તો તંત્ર વાહકોને પોતાનું ખિસ્સું ભરાય તેમાજ રસ છે. જેથી દબાણોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આવા તત્વો ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની અને માંગણી કરનારા લોકોને જમીન આપવાની માંગ કરવામાં આવી છે






Latest News