મોરબીના રવાપર ગામ પાસે સરકારી જમીનો ઉપરથી દબાણોને હટાવવા સીએમને રજૂઆત
મોરબીના વનાળિયા ગામે વિધાર્થીઓને પોલીસ લેખિત પરિક્ષા માટેનો વર્કશોપ યોજાયો
SHARE
મોરબીના વનાળિયા ગામે વિધાર્થીઓને પોલીસ લેખિત પરિક્ષા માટેનો વર્કશોપ યોજાયો
મોરબીના વનાળિયા ગામે ઝાહેરવલી ટ્રસ્ટ અને સુમરા રીલીફ કમીટીના ઉપક્રમે પીએસઆઇ અને કોન્સ્ટેબલની પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરીને આવેલા સુમરા સમાજના મોરબી જિલ્લાના પંદર જેટલા વિદ્યાર્થીઓને આગળની લેખિત પરિક્ષામાં મુંઝવતા પ્રશ્ર્નો અને પરીક્ષાની તૈયારીઓ વિશે માહિતી પુરી પાડવા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નિવૃત્ત પોલીસ જવાનો અને હાલના પોલીસ કર્મચારીઓ દ્વારા સરકારીની કોરોના ગાઇડ લાઇન મુજબ માહિતી પુરી પાડવામાં આવી હતી અને આવનારા દિવસોમાં દરેક વિદ્યાર્થીઓ સારા રેકથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ તકે સમાજ અગ્રણી વનાળિયા ગામના સરપંચ અબુભાઇ, અબ્દુલભાઇ (ઇજનેર), અલીભાઈ મુશાભાઇ લુઢર, અનવરભાઇ દાઉદભાઈ સુમરા, ઉસ્માન ગની શેરસીયા, અલ્લારખા સીદિકભાઇ સુમરા, હાજીભાઇ, શૈલાબભાઇ, મહેબૂબભાઇ ઓસમાણભાઇ સુમરા, ફુટબોલ કોચ મુસ્તાક સુમરા, હસનભાઇ સુમરા સહિતના સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા