વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન માથે દેણું હોય અને નશાની પણ કુટેવ હોય પત્નીએ કુટેવ છોડી દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં યુવાન માથે દેણું હોય અને નશાની પણ કુટેવ હોય પત્નીએ કુટેવ છોડી દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

મોરબીના વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને તેની પત્નીએ નશાની કુટેવ છોડી દેવાનું કહેતા તે વાતનું મનોમન લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હોવાનું સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ જનકનગર વિસ્તારમાં રહેતા બ્રિજેશ સોરણસિંગ પ્રજાપતિ જાતે કુંભાર નામના ૩૨ વર્ષીય યુવાને આજ તા.૨૪-૧ ના મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ ઉપર જઈને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ખૂલ્યુ હતુ કે મોડી રાત્રીના કોઈ મુદદે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આવેશમાં આવી જઈને મૃતક બ્રિજેશ સોરણસિંગ પ્રજાપતિ નામના પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક બ્રીજેશ પ્રજાપતિ હાલ મોરબીમાં વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહીને ઘૂઘરા બનાવીને વેચવાની મજૂરીનું કામ કરતો હતો અને તેણે પોતાના વતન ઉત્તરપ્રદેશમાં કોઇ દરબાર પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હોય અને તેનું દેણું બાકી હોવા છતાં મૃતકને નશાની કુટેવ હોય પત્નીએ નશો છોડીને કામ-ધંધે વળવા માટે કહ્યું હતું અને દરમિયાનમાં ગત રાત્રીના પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો પણ થયો હતો જેને લઇને મૃતક બ્રિજેશ પ્રજાપતિએ અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું હોવાનું હાલ ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા શામજીભાઈ સવાભાઈ ચાવડા (ઉમર ૫૦) અને રસિક વાલજીભાઈ ચાવડા (ઉમર ૨૫) નામના બે વ્યક્તિઓ ડબલ સવારીમાં ટુ-વ્હીલરમાં ધ્રોલ-જામનગર હાઈવે ઉપરથી જતા હતા ત્યારે ત્યાં ટોલનાકા પાસે તેઓના બાઈકની આડે કુતરૂ અચાનક આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા શામજીભાઈ ચાવડા અને રસિકભાઈ ચાવડાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જેને પગલે તપાસ અધિકારીએ હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગર વિસ્તારમાં રહેતા છત્ર હરેશભાઈ પિરૂવા નામના ૧૯ વર્ષીય યુવાનને તેના પિતાએ કોઈ બાબતે માર મારતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News