મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું


SHARE







મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ભીમસરમાં રહેતા યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને યુવાનનું મોત નિપજતાં તેના મૃતદેહને અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પાસેના ભીમસર વિસ્તારમાં રહેતા રવિ જેન્તીભાઈ કુંઢીયા જાતે દેવીપુજક નામના ૨૨ વર્ષીય પરણીત યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતક રવિ કુંઢીયાના મૃતદેહને અહીં મોરબીની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડિવિજન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ છોટાઉદેપુરમાં બન્યો હોય તે સંદર્ભે છોટાઉદેપુર પોલીસને બનાવની જાણ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રવિ જેન્તીભાઈ કુંઢીયાએ પોતાના સસરા સાથે છોટાઉદેપુર જિલ્લામાં શીશલીયા ગામે ભાગમાં વાડી વાવવા માટે રાખી હતી અને તાજેતરમાં પડેલા વરસાદના લીધે ધંધામાં ખોટ જવાથી તે બાબતને લઈને ઝઘડો પણ થયો હતો.મૃતકના સસરા પક્ષ તરફથી મૃતકને ત્રાસ હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનો તરફથી નોંધવામાં આવે તેવી હાલ શક્યતાઓ પણ જણાઈ રહી છે.હાલ મોરબી એ-ડિવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે આગળની તપાસ માટે બનાવ છોટાઉદેપુર વિસ્તારમાં બન્યો હોય ત્યાંની પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

નજીવી વાતે મારામારી

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે રહેતા હનીફભાઇ ઉમરભાઈ ફકીર નામના ૩૨ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખૂલ્યું હતું કે પ્યારૂભાઈ જગદીશ અને એક અજાણ્યો ઈસમ એમ બે લોકોએ હનીફભાઈ ફકીરને માર માર્યો હતો.બાદમાં હનીફભાઇએ તે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેઓના દીકરાને સામેવાળા બંને હેરાન કરીને રોવડાવતા હોય "કેમ મારા દીકરાને રોવડાવો છો..?" તેમ કહેવા જતા વાત વાતમાં ઉશ્કેરાઇ જઇને તેમના ઉપર ઢીકાપાટુ વડે હુમલો કરીને મુઠ માર મારવામાં આવ્યો હતો.હાલ હનીફભાઈની ફરિયાદ ઉપરથી પ્યારૂભાઇ જગદીશભાઈ અને એક અજાણ્યા ઇસમ એમ બે સામે ફરિયાદ નોંધીને ુોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News