વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડને તાકીદે રીપેર કરવા ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આપી સૂચના


SHARE







મોરબીના જેતપર રોડને તાકીદે રીપેર કરવા ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આપી સૂચના

મોરબીના જેતપર થઈને અણીયારી સુધીનો રોડ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોક લાગણી અને માંગણી ઉઠી છે ત્યારે તેને ધ્યાને રાખી મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ઉચ્ચ કક્ષાએ ફરીથી ધ્યાન દોરી આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે સૂચન આપેલ છે

આ રોડનું કામ ઝડપથી કરવા માટે તા.૨૫/૧ ને મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે આ રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં એક બેઠક રાજકોટ ખાતે યોજેલ છે  જેમાં આ રસ્તાની ત્વરિત રીપેરીંગ કામગીરી તેમજ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી કરવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે 




Latest News