વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત


SHARE







મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત

મોરબીના રવાપર રોડ આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેને રોકવા માટે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીની "વ્રજ વાટીકા" સોસાયટી રવાપર રોડ ખાતે મોરબીના સર્વે નંબર ૯૯૯ પૈકી ની જમીનમાં આવેલ છે. જે જમીનમા ફક્ત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે ત્યારે વ્રજ વાટીકા સોસાયટીના પ્લોટ નંબર ૧,૨,૩ ના માલિક તેમજ વહીવટદાર દેત્રોજા છગનભાઇ કાનજીભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમા સોપીંગમોલ બનાવતા હોવાનું લોકોને જાણવા મળેલ છે જેથી કરીને સોસાયટીના દરેક સભ્યોની મિટિંગ મળી હતી ત્યારે છગનભાઇને ટેલિફોનિક વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સાત માળનું શોપિંગમોલ બનાવું છું જેથી આ સોસાયટીનું બીનખેતી ફક્ત રહેણાંક હેતુ માટે કરવામાં આવેલ છે તેવી તેઓને જાણ કરી હતી તો પણ છગનભાઈ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી રહ્યા છે અને તેને કોઈ રોકી શકશે નહીં તેવું તેઓએ કહ્યું હતું અને ધમકી ભર્યા શબ્દો સોસાયટીના લોકોને કહ્યા હતા જેથી આ અનઅધિકૃત બંધકામને રોકવા માટે કલેક્ટરને વ્રજ વાટીકા સોસાયટીના સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરેલ છે




Latest News