મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે વૃદ્ધની હત્યા રૂપિયા માટે થઈ હોવાની આશંકા: મુન્ના કોળી સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના ઘૂટું ગામે વૃદ્ધની હત્યા રૂપિયા માટે થઈ હોવાની આશંકા: મુન્ના કોળી સામે નોંધાયો ગુનો

મોરબી નજીકના ઘૂટું  ગામે રહેતા વૃદ્ધ રવિવાર સાંજથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેને શોધવા માટે તમે પરિવારજનો દ્વારા તેઓની વાડીની આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી જોકે આજે સોમવારે બપોરના સમયે તેઓની વાડીની બાજુમાં પાછળના ભાગેથી તે વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને ત્યાં સુધી લાશને પહોંચાડવા માટે લાશને ઢશેળવામાં આવી હોય તેના બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળતા હતા જોકે હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને તેની વાડીએ ગાયોને ચારો નાખવા માટે આવતા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હત્યાની ફરિયાદ નોંધઈને કયા કારણોસર વૃદ્ધની હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે બીજી બાજુ પરિવારના લોકોના કહેવા મુજબ બાપા પોતાની પાસે કયાં રોકડા રૂપિયા રાખતા હતા જેથી કરીને રૂપિયા માટે તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા (ઉંમર ૬૮) રવિવાર સાંજના સમયે પોતાની ઘરેથી વાડી તરફ ગયા હતા અને વાડીએ ગયા બાદ તે વૃદ્ધ અચાનક ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાડીએ ગાયો બાંધતા ગામના જ જેઠાભાઇ કોળીને તેના સાળા મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળીએ કહ્યું હતું કે, અજાણ્યા ચાર હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધ ગુમ થયા છે જેથી કરીને પરિવારજનો તેના આધારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈકાલ રાતથી સોમવારે બપોર સુધીમાં તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને આ વૃદ્ધને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી દરમિયાન તેઓની વાડી પાસેથી જ  દીવાલની પાછળના ભાગમાંથી તેઓની ગળુ દબાવીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી

જેથી કરીને ધરમશીભાઈ પરેચાની કયા કારણોસર અને કોના દ્વારા હત્યા કરવામાં આવી છે તે સવાલ ઉભો થયો છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ વૃધ્ધની હત્યા અન્ય જગ્યાએ કરીને તેની લાશને ઢશેળીને જે જગ્યાએથી લાશ મળી આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને તેના લીધે જ તેના શરીર ઉપર ઇજાના નિશાનો દેખાઈ રહ્યા છે જોકે હાલમાં આ હત્યાના બનાવમાં મૃતક વૃદ્ધના દીકરા અશોકભાઇ પરેચાની ફરિયાદ લેવામાં આવી છે અને તેને પોતાના પિતાની હત્યામાં શકદાર તરીકે મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળીનું નામ આપેલ છે જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તજવીજ ચાલુ ચાલી કરી છે બીજી બાજુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ કયાં પોતાની પાસે રોકડા રૂપિયા રાખતા હતા જેથી કરીને રૂપિયા માટે જ તેની હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા છે






Latest News