મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી


SHARE







મોરબી પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી

મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરાએ જીલ્લામાં ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પરો-ટ્રકો સહિતના વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય મોરબી જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા હાઇવે રોડ ઉપર સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં નંબર પ્લેટ વગરના પાંચ ડમ્પરો તથા એક આઇશર મેટાડોર એમ કુલ છ વાહનો વિરૂધ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ આગામી સમયમાં પણ સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરી આવા વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા ટ્રાફીકશાખાએ જણાવ્યું છે. 

શંકાસ્પદ બાઇક સાથે એક પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાનમાં નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ મોટરસાયકલ લઇને નીકળેલા ઇસમને અટકાવી તેની પાસે બાઈકના કાગળ માગવામાં આવતા તેની પાસે વાહનના કાગળો ન હોય અને વાહન પણ નંબર પ્લેટ વગરનું હોય શંકાને આધારે વાહન જપ્ત કરવામાં આવ્યું હતું અને ૪૨(૧)ડી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ મોરબીના રમેશ કાળુંભાઇ મુછડીયા (ઉમર ૨૯) રહે.ઉમિયાનગર મોરબી વાળો નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળ્યો હોય પોલીસે તેની પાસે બાઈકના કાગળો માંગ્યા હતા જે તેની પાસે ન હોય અને ફર્યુ ફર્યુ બોલતો હોય શક પડતાં હાલ પોલીસે વાહનને જપ્ત કરીને તપાસના કામે રમેશ મુછડીયાને રાઉન્ડઅપ કરીને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News