ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે વૃદ્ધની હત્યાના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ: બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીના ઘુંટુ ગામે વૃદ્ધની હત્યાના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ: બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી નજીકના ઘૂટું  ગામે રહેતા પટેલ વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે પહેલા એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ લાશને સગેવગે કરવામાં આરોપીની મદદ કરનારા બીજા આરોપીની પણ પોલીસે ધરપકડ કરેલ છે અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા (ઉંમર ૬૮) ગત રવિવાર સાંજના સમયે પોતાની ઘરેથી વાડી તરફ ગયા હતા અને વાડીએ ગયા બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેમને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાડીએ ગાયો બાંધતા ગામના જ જેઠાભાઇ કોળીને તેના સાળા મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળીએ કહ્યું હતું કેચાર અજાણ્યા હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને ત્યારબાદથી વૃદ્ધ ગુમ થયા છે જેથી કરીને પરિવારજનોએ તેના આધારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈકાલ રાતથી સોમવારે બપોર સુધીમાં તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને આ વૃદ્ધને શોધવા માટેની કવાયત ચાલુ કરવામાં આવી હતી. દરમિયાનમાં તેઓની વાડી પાસેથી જ દીવાલની પાછળના ભાગમાંથી ધરમશીભાઇ પરેચાની ગળુ દબાવીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક વૃદ્ધના દીકરા અશોકભાઇ પરેચાની ફરિયાદ લેવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં મુખ્ય આરોપી મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળી મૂળ રહે.વાંકાનેર તાલુકાનાં તારીકીય અને હાલ રહે. ઘુંટુ વાળાની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ હત્યારાને મદદ કરનારા વિક્રમ ઉર્ફે વિકી શંભુ ઠાકોર નામના બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે

ઘુંટુ ગામે ધરમશીભાઈ પરેચા ગુમ થયા પછી આરોપી મુન્ના મેર દ્વારા જે સ્ટોરી કરવામાં આવી હતી તે પહેલાથી જ પોલીસને શંકસ્પદ લાગતા પ્રથમથી જ મુન્ના મેર પોલીસના શંકાના દાયરામાં હતો અને પોલીસે ગુનો નોંધીને તેની આગવી ઢબે પુછપરછ કરી હતી જેથી તે પોપટ થઇ ગયો હતો અને વૃધ્ધની હત્યા તેણે અન્ય જગ્યાએ કરીને તેની લાશને ઢશેળીને મુન્ના મેર તેમજ તેના મિત્ર વિક્રમ શંભુભાઇ ઠાકોરે જે જગ્યાએથી લાશ મળી આવેલ ત્યાં સુધી પહોંચાડી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણના કહેવા મુજબ આરોપી મુન્ના મેરના કૌટુંબિક ફૈબાના ઘરે આવવા જવાના ધરમશીભાઇ પરેચાને સબંધ હતા જેથી તે વાતને લઇને હત્યારા યુવાનની તેના મિત્રો અવારનવાર મશ્કરી કરતા હતા.તે વાતનો મનોમન ખાર રાખીને મુન્ના મેરે વૃધ્ધની હત્યા કરી નાખી હતી તેવી કબુલાત તેણે પોલીસ સમક્ષ આપેલ હતી જેથી આ ગુનામાં પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News