વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ
SHARE
મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ
મોરબીમાં કેનાલની જગ્યાએ પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર- ૯ માં આવેલ સોસાયટીની ભૂગભ ગટરની લાઇન તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે અને અસહ્ય દુર્ગંધ આવે છે માટે રોગચાળો માથું ઊંચકે તેમ છે જેથી કરીને તેને તાત્કાલિક તૂટેલી લાઇન રીપેર કરવામાં આવે તવી માંગ કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ-૯ માં મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જાય છે આ કેનાલ છે ત્યાં પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે અને કેનાલ નીચેની પસાર થતી પાલિકાની ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી ગયેલ છે અને તે પાઇપ મારફતે ૩૫ જેટલી સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે અને હાલમાં આ લાઇન તૂટવાથી ત્યાં અસહ્ય દુર્ગંધ આવે છે અને ગંદકી ફેલાઈ છે જેથી કરીને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ નહી કરવામાં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે