મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન


SHARE





મોતને મ્હાત આપી જીંદગીની જીતવાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેવા એ જ પરમો ધર્મ', પણ જ્યારે આ સેવા ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિ સાથે મળે ત્યારે તે 'જીવનરક્ષકબની જાય છે. વાંકાનેર IFT 108 ની ટીમે આવી જ રીતે એક વૃદ્ધનો ચમત્કાર કરી જીવા બચાવીને તેઓને નવજીવન આપ્યું છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ કુબાવતની સ્થિતિ અચાનક નાજુક બની હતી. અને તેઓને ગળામાં કેન્સરની ગાંઠ ફાટવાને કારણે અતિશય રક્તસ્ત્રાવ અને ડાયાબિટીસના ઉંચા સ્તરને લીધે તેમનું જીવન જોખમમાં હતું. ત્યારે EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ યુવરાજસિંહ માટે દરેક સેકન્ડ કિંમતી હતી. અને ચાલુ એમ્બ્યુલન્સમાં મેડિકલ એક્સપર્ટનું માર્ગદર્શન મેળવીને ગંભીર હાલતમાં વૃદ્ધને રાજકોટ સિવિલ ખસેડતી વખતે પ્રવીણભાઈએ હિંમત હાર્યા વગર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતી અને તેમણે ડૉ. પરમાર સાથે ડિજિટલ સંપર્ક સાધીપ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને સારવાર શરૂ કરી દર્દીના પ્રાણ ટકાવી રાખ્યા હતા. બીજી તરફપાયલોટ યુવરાજસિંહે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને 'લાઈફ સેવિંગ સ્પીડપર દોડાવી રેકોર્ડ સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. "કોઈના ચહેરા પર સ્મિત અને જીવન પાછું લાવવું એ જ સૌથી મોટું પુણ્ય છે.રાજકોટ સિવિલના ડૉ. હેમાંગ પણ 108 ની ટીમની પ્રી-હોસ્પિટલ કેરના ભારોભાર વખાણ કર્યા છે.




Latest News