ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા


SHARE













વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં સમથેરવા ગામના સરપંચની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અને બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેરના સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ બચુભાઈ ઉકેડીયા (33) હાલમાં અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સમથેરવા ગામની સીમમાં સરકારી ખરાબની જગ્યામાં તા. 8/4 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળતા હતા જેથી આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતક યુવાનને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારીને ગંભીર જાઓ કરવામાં આવી હોય જેથી તે યુવાનનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરીને મૃતક યુવાનના મૃતદેહને સમથેરવા ગામની સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે સાથોસાથ મૃતક યુવાનની ઓળખ મળેલ નથી જેથી તેના શરીર ઉપર બનાવવામાં આવેલ ટેટૂ તેમજ તેને પહેરેલા કપડાં વિગેરે ઉપરથી મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News