મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડે કારમાંથી દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના કંડલા બાયપાસ રોડે કારમાંથી દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની ૧૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૬૭૫૦ રૂપિયાની કિંમતનો દારૂ અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામેથી કાર નંબર જીજે ૩૬ એલ ૩૨૧૯ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરતાં કારમાંથી ૧૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૭૫૦ રૂપિયાની કિંમતનો દારૃ અને હોન્ડા કંપની ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૦૬,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નુરૂદીનભાઈ ઈજારઅલીભાઈ કંસરાણી જાતે ખોજા (ઉ.૩૨) રહે. ફીદાઈ પાર્ક ખોજા સોસાયટી શનાળા બાયપાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની ગાડીમાંથી મળી આવેલ દારૂની ૧૮ બોટલો કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના દરબારગઢ પાસે રામ પાન ડેપો વાળી શેરીમાંથી પસાર થતા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે હિતેન ઉર્ફે વીક્કી દિનેશભાઈ ઠોરીયા જાતે પટેલ (ઉ.૨૮) રહે. પારેખ શેરી ગ્રીન ચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

દેશીદારૂ

મોરબી તાલુકાના બેલા ગામના તળાવ પાસેથી તળાવીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા બાઇક નંબર જીજે ૧૩ એલએલ ૮૬૦૫ ને પોલીસે ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૨ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રવીણભાઈ ભુપતભાઈ સુરેલા જાતે કોળી (૩૦) અને મુકેશભાઈ કાનજીભાઈ સુરેલા જાતે કોળી (૨૭) રહે, બંને ગોલાસણ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તેઓ ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે. બેલા વાળાને આપવા માટે જતા હોય તેનું નામ સામે આવ્યું હોવાથી ભરતભાઈ ઉઘરેજીયાને પકડવા માટે મોરબી તાલુકા પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે






Latest News