વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની યુવતી ગુમ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની યુવતી ગુમ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની યુવતી કોઇ કારણોસર પોતાના ઘરેથી નીકળ્યા બાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમાશૂધા નોંધ કરીને યુવતીને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા લાભુભા પાલાભા લાંબાની ૨૪ વર્ષની દીકરી સોનલબેન લાભુભા લાંબા ગત તા. ૧૬/૧ ના સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર પોતાના ઘરેથી નીકળ્યા બાદ ઘરના કોઈ પણ સભ્યને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ઘરેથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેને શોધવા માટે પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતા પણ તે મળી આવેલ નથી જેથી કરીને સોનલબેન લાંબા ગુમ થયા હોવા અંગેની હાલમાં તેના પિતા લાભુભા પાલાભા લાંબાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમાશૂધા નોંધી કરીને યુવતીને શોધવા માટે કવાયત શરૂ કરી છે

વરલી જુગાર

મોરબીમાં ખાટકીવાડ પાસે વરલી જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે તારમામદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણી જાતે મેમણ (ઉંમર ૪૬) રહે. કુબેરનાથ મેઇન રોડ દરિયાલાલ મંદિરની પાછળ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૫૭૦ રૂપિયા કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે વાંકાનેર શહેરમાં હાઈવે રોડ ઉપર આવેલ રેલવેના નાળા પાસે વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરીને કાસમભાઈ સલીમભાઈ બસેર જાતે ફકીર (ઉ.૨૭) રહે. સીટી સ્ટેશન રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૬૦ રૂપિયાની રોકડ કબજે કરી છે




Latest News