મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા કારખાનામાં મજૂરી કામ કરતા અને ઓરડીમાં રહેતા પરિવારમાં પરણિતાને પોતાના માતા-પિતાના ઘરે જવું હોય પકિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિએ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારે ઉશ્કેરાટમાં આવીને પરિણીતાએ પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરના આરોગ્યનગરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મહેન્દ્રભાઈ મઠીયાના પત્ની કુસુમબેન (ઉંમર વર્ષ 33) પોતાના માતા-પિતાના ઘરે વતનમાં જવું હતું જેથી કરીને તેના પતિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિ એ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે બાબતનું મનમાં લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર જ શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટી કાંડી ચાંપી દીધી હતી જેથી પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નીપજતાં હાલમાં મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News