મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો


SHARE





વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો

કચ્છ થી જામનગર તરફ જવા માટેનો મુખ્ય રસ્તો મોરબીના આમરણ પાસેથી નીકળે છે અને ત્યાં પુલ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી વાહનોની અવરજવર માટે ડેમી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે ડેમી નદીનું પાણી ડાયવર્ઝન ઉપર આવી જવાથી ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું અને વાહનોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો જો કે, કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા 40 કલાક બાદ ડાયવર્ઝનના રસ્તાને શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળી છે.

મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી પુલ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને નવા બની રહેલા પુલની બાજુમાંથી વાહનોની અવર-જવર થઈ શકે તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે ડેમી નદીના વધુ પ્રમાણમાં પાણી આવવાના કારણે ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ગયું હતું જેથી કચ્છથી જામનગર તરફ આવવા જવા માટેનો રસ્તો આમરણ પાસે બંધ થઈ ગયો હતો

હાલમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નવા બનતા રોડ ઉપર આમરણ નજીક મેલડી માતાજીના મંદિર પાસે ડેમી નદી ઉપર પુલ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં સાઇડમાં નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જો કે, શનિવારના દિવસ દરમિયાન ડેમી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવા બની રહેલા પુલ પાસે વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન તૂટી ગયું હતું જેથી તમામ વાહનોની અવાર જવર માટે બંધ થઈ ગઈ હતી

જો કે, રવિવારે બપોરથી બાઇક, સ્કૂટર, રીક્ષા, કાર જેવા નાના વાહનોને નવા બની રહેલા પુલ ઉપરથી અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ટ્રક, ડમ્પર, ટેન્કર સહિતના વાહનો માટે રસ્તો બંધ રાખવામા આવેલ હતો અને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા તાત્કાલિક ડાયવર્ઝનને રીપેર કરવા માટેની કામગીરી હાથ કરવામાં આવી હતી અને શનિવારે રાતા 8 વાગ્યાથી બંધ થયેલ કચ્છ જામનગર રોડ સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે આમ 40 કલાક સુધી રસ્તો બંધ રહેતા એલપીજી ગેસ અને પેટ્રોલ-ડીઝલ લઈને જતાં વાહન ચાલકો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો




Latest News