ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

માળીયા(મી)ની ખારાવાંઢ પ્રાથમિક શાળામાં ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાએ અજવાળા પાથર્યા


SHARE













માળીયા(મી)ની ખારાવાંઢ પ્રાથમિક શાળામાં ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાએ અજવાળા પાથર્યા

મોરબી જિલ્લામાં ૫૯૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ મેળવે, આધુનિક સુવિધાઓ વાળું મંદિર જેવું વિદ્યા મંદિર મળે એ માટે અદમ્ય રાજકીય ઈચ્છાશકતિ ધરાવતા પ્રવીણભાઈ સોનગ્રાએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ સતત અવિરત કાર્યરત રહી શાળાઓની મુલાકાત લે છે અને જ્યાં ક્ષતિ લાગે ત્યાં લાલ આંખ પણ કરે છે અને ખૂબી લાગે ત્યાં ગુરુજનનો પીઠ પણ થાબડે છે અને નિયમિત રીતે જિલ્લા પંચાયત ખાતે હાજર રહી શિક્ષકો અને શિક્ષણના પ્રશ્નો હલ કરવા માટે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી, સંવાદ કરી નાનામાં નાની, ઝીણામાં ઝીણી માહિતીથી અવગત રહે છે.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સૌથી ધ્યાનકર્ષક અને ઉડીને આંખે વળગે એવી કામગીરી એટલે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૦૧ ના ભયંકર ભૂકંપ બાદ પણ સતત નાના મોટા આંચકા આવતા હોય ઘણી બધી શાળા જર્જરિત થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓ માટે બેસવા લાયક ન હોય છેલ્લા પાંચેક વર્ષથી  જર્જરિત શાળાઓ રદ કરવાની કામગીરી પેન્ડિંગ પડેલી હતી અને પ્રવીણભાઈ સોનગ્રાએ આવી શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો સાથ લઈ એન્જિનિયરના સંપર્કમાં રહી શાળાઓના પાડવા લાયક રૂમો નાબૂદ કરવાની કાર્યવાહી ત્વરિત કામગીરી કરી, નવા રૂમો બાંધકામ માટે સરકારમાં રજુઆતો કરેલ છે, સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી નવા રૂમો બનાવવા માટે તજવીજ હાથ ધરેલ છે.

એવી જ રીતે માળીયા તાલુકાની ખારાવાંઢ પ્રાથમિક શાળા મોરબી જિલ્લાની એકમાત્ર શાળા એવી હતી જ્યાં શાળામાં વિજ જોડાણ ન હતું. વીજળી વિહોણી શાળામાં વીજ જોડાણ આપવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રવીણભાઈ સોનગ્રાને રજુઆત કરતા તાત્કાલિક પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે વાત કરી વર્ષોથી વીજળી વગરના વિદ્યાલયમાં અજવાળા પાથરવાનું કામ કરી ઉંડા અંધારેથી પરમ તેજે લઈ જવાની કામગીરી બદલ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મીરબીએ અભિનંદન પાઠવેલ છે અને તેમની કામગીરીને બિરદાવે છે.






Latest News