હળવદમાં તળાવ પાસેથી ૧૯ બોટલ દારૂ-૧૪૩ બીયર સાથે એક ઝડપાયો, એકની શોધખોળ
હળવદમાં ખેતી માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને વ્યાજખોરે આપી જાનથી મારી નાખવાની ધમકી..!
SHARE
હળવદમાં ખેતી માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને વ્યાજખોરે આપી જાનથી મારી નાખવાની ધમકી..!
હળવદ શહેરમાં કુંભાર દરવાજા બહાર રહેતા યુવાને ખેતી કામ માટે વ્યાજે રૂપિયા લીધા હતા અને તે પૈકીના નવ લાખ રૂપિયા તેમજ તેનું વ્યાજ આપવાનું બાકી હતું માટે વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને યુવાનને ફોન ઉપર તેમજ ઘરે આવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરના કુંભાર દરવાજા પાસે રહેતા સંજયભાઈ મનુભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉંમર ૩૩) અને તેની માતાએ ખેતીકામ માટે વ્યાજે ૨૪ લાખ રૂપિયા મફાભાઈ ખોડાભાઈ મેવાડા રહે. સોલડી તાલુકો ધાંગધ્રા વાળા પાસેથી ત્રણ ટકા વ્યાજ લેખે લીધા હતા અને તે પૈકીના નવ લાખ રૂપિયા તેમજ તેનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું અને આરોપી પઠાણી ઉઘરાણી કરીને ફોન ઉપર તેમજ ફરિયાદી યુવાનના ઘરે આવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સંજયભાઈએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મફાભાઈ મેવાડાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામીના મંદિર તથા પ્રજાપતિ કારખાને સામેથી ધીરુભાઈ બચુભાઈ સારાદિયાં જાતે કોળી (ઉંમર ૩૮) રહે. નવા જાંબુડીયા વાળાના અને અન્ય વ્યક્તિ ડબલ સવારી બાઇક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક નં. જીજે ૩ સીએન ૯૪૫૮ ની આગળ અચાનક રિક્ષાચાલક આવી જતાં તેને પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી કરીને ધીરુભાઈ અને તેની સાથે બાઈકમાં બેઠળ અન્ય વ્યક્તિ રોડ ઉપર નીચે પડી ગયા હતા ત્યારે પાછળથી આવતા ટ્રકચાલકને હાથી બતાવીને વાહન રોકવા માટે ઇશારો કર્યો હતો તેમ છતાં પણ ટ્રક નં. એમપી ૯ એચજી ૩૭૪૪ ના ચાલકે પોતાની ટ્રક આગળ ચલાવતા ધીરુભાઈના જમણા પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી ગયું હતુ અને આરોપી પોતાનો ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો હાલમાં પોલીસે ભોગ બનેલા ધીરુભાઈની ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.