મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણમાં ઘરમાં જુગાર રમતા ૧૧ જુગારી ૧૦,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE











હળવદના ગોલાસણમાં ઘરમાં જુગાર રમતા ૧૧ જુગારી ૧૦,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા

 હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતાં ઘરઘણી સહિત કુલ મળીને ૧૧ શખ્સો ઘરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે ૧૦,૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને નાળ ઉઘરાવીને જુગાર રમાડવામાં આવે છે તેવી બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાના ઘરની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે ઘરઘણી વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાનામેરાભાઈ ચંદુભાઇ ખાંભડિયાઅશોકભાઇ મનુભાઇ ઉકેડિયાકેશાભાઇ રામજીભાઇ સુરેલા, ભરતભાઈ હમીરભાઇ સુરેલા, રણજીતભાઈ જેરામભાઈ રાતૈયા, માનસિંગ ઉરદે પ્રવીણભાઈ મનુભાઈ સુરેલા, ધીરુભાઈ વિરમભાઈ ખેર, સુખાભાઈ અમરશીભાઈ ખાંભડિયાભુપતભાઈ ઉર્ફે હકો અમરશીભાઈ ખાંભડિયા અને વિજયભાઈ હેમુભાઈ કોળી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જુગાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપર પ્રેડાઈ સિરામિક પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા બળદેવભાઈ ચોથાભાઈ ભવાણિયા જાતે કોળી (ઉંમર ૨૭) રહેરાતાવિરડા અને નવઘણભાઈ ભગાભાઈ ડાંગરોચા જાતે કોળી (ઉંમર ૩૩) રહે, વીરપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૩૦૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News