વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટી અરજીઓથી કંટાળીને ફિનાઇલ પી ગયેલ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે સાત શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં ખોટી અરજીઓથી કંટાળીને ફિનાઇલ પી ગયેલ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે સાત શખ્સોની ધરપકડ


મોરબી તાલુકાના જેપુર ગામે યુવાને અગાઉ ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને તે જ ગામના જ સાત શખ્સોની સામે ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાબી હતી જેના આધારે હાલમાં તાલુકા પોલીસ દ્વારા સાતેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા જેપુર ગામે વણકરવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પ્રેમજીભાઈ સોલંકી નામના ૨૬ વર્ષીય યુવાને થોડા સમય પહેલા ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે ખસેડાયો હતો અને મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મહેન્દ્ર સોલંકીને જેપુર ગામના સાત લોકો ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હતા માટે "કેમ મારી સામે ખોટી અરજીઓ કરો છો..?" એમ કહેવા જતા મહેન્દ્રને ધમકાવવામાં આવ્યો હતો જે વાતનું મનમાં લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું હતું બાદમાં મહેન્દ્ર સોલંકીએ જેપુર ગામના સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં સંજય પોપટભાઈ મકવાણા (૩૮), ડાયા મેઘાભાઈ સોલંકી(૬૦), સુધીર ગોવિંદભાઈ મકવાણા (૨૯), પોપટ એદાભાઈ મકવાણા(૭૫), જીતેન્દ્ર ડાયાભાઈ સોલંકી (૨૯), દેવજી પોપટભાઈ મકવાણા (૪૮) અને ગોવિંદ શામજીભાઈ મકવાણા (૫૧)ની ધરપકડ કરેલ છે.




Latest News