વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડથી શંકાસ્પદ બે લેપટોપ અને નવ મોબાઈલ સાથે ઝડયેલા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના જેતપર રોડથી શંકાસ્પદ બે લેપટોપ અને નવ મોબાઈલ સાથે ઝડયેલા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીના જેતપર પીપળી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા શખ્સોને રોકીને એલસીબીની દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી શંકાસ્પદ નવ મોબાઈલ ફોન અને લીનોવા કંપનીના લેપટોપ મળી આવ્યુ હતું જેથી પોલીસે ૩૬ હજાર રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં ખાખરેચી ગામના યુવાને તેની અણિયારી ચોકડી ખાતે આવેલ ઉમાવંશી કોમ્પલેક્ષમા દુકાન છે તેમાંથી આ શ્ખ્સોએ મોબાઇલ અને લેપટોપની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે બે આરોપીની ધાપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એલસીબીનો સ્ટાફ સોમવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઇ એન.બી. ડાભી અને તેનો સ્ટાફ મોરબીના જેતપર પીપળી રોડ ઉપરથી પસાર થેલો લઈને પસાર થતાં બે શખ્સને રોકીને તેનો થેલો ચેક કર્યો હતો જેમાંથી નવ મોબાઈલ ફોન, લીનોવા કંપનીના લેપટોપ અને એક હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા માટે પોલીસે ૩૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કર્યો હતો ત્યાર બાદ હાલમાં માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે રહેતા નવીનભાઇ ગોવિંદભાઇ કવાડીયા જાતે પટેલ (ઉ.૪૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની અણિયારી ચોકડી ખાતે આવેલ ઉમાવંશી કોમ્પલેક્ષમા દુકાન આવેલ છે તેમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૧૯/૧ ના રોજ રાત્રિના સમયે તેની દુકાનમાંથી મોબાઈલ, લેપટોપ અને રોકડની ચોરી કરવામાં આવેલ છે

વધુમાં તેને જણાવ્યુ છે કે, તસ્કરો લાવા કંપનીના ૬ મોબાઇલ, જીયો કંપનીનો ૧ મોબાઇલ, ઓપો કંપનીનો ૧ મોબાઇલ અને હોનર કંપનીનો ૧ બંધ મોબાઇલ તથા એક લીનોવા કંપનીનુ લેપટોપ અને રોકડા ૧૦૦૦ ચોરી ગયા હતા હાલમાં ભોગ બનેલા વેપારી યુવાને સમીર ઉર્ફે સુમર તેરસીંગભાઇ નનભુભાઇ અજનાર (ઉ.૨૧) રહે. હાલા જેતપર ગામે સુરેશભાઇ પટેલ વાડી, મુકેશભાઇ હેમસીંગભાઇ ભુરીયા (ઉ.૨૩) રહે. હાલ લુટાવદર ગામે બહાદુરસિંહ દરબારની વાડી, સુનિલ મંધુભાઇ જામસીંગ બગેલ રહે. હાલ જેતપર ગામે સુરેશભાઇ પટેલની વાડી અને સતિષ ઉર્ફે સતુ ગુમાન સોભાનભાઇ ભાભર રહે. હાલ લુટાવદર ગામે રમેશભાઇ બાવરવાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાંથી પોલીસે સમીર ઉર્ફે સુમર તેરસીંગભાઇ નનભુભાઇ અજનાર અને મુકેશભાઇ હેમસીંગભાઇ ભુરીયાની ધરપકડ કરેલ છે અને બીજા બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

અકસ્માત

મોરબીમાં આવેલ દિનેશ પાન પાસેથી દીપકભાઈ કેશવલાલ ગજરા જાતે સિંધી ભાનુશાલી (ઉંમર ૪૫) પોતાનું એકટીવા નંબર જીજે ૩ એચબી ૭૧૯૩ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી નીલેશભાઈ અરવિંદભાઈ પંડ્યા રહે. વાવડી રોડ કબીર આશ્રમની સામે વાળાએ પોતાના એકટીવા નંબર જીજે ૩૬ એ ૯૮૬૨ થી ટક્કર મારી હતી જેથી કરીને દીપકભાઈને બંને પગના ઢીંચણના નીચેના ભાગમાં અને ડાબા હાથની હથેળીમાં ઈજાઓ થઈ હતી માટે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા દીપકભાઈ ગજરાએ નિલેશભાઈ પંડયાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News