વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપરથી ૩૮૪ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ચાર ઝડપાયા, એકની શોધખોળ


SHARE







મોરબીના વાવડી રોડ ઉપરથી ૩૮૪ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ચાર ઝડપાયા, એકની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટી પાસેથી ઇનોવા કાર પસાર થતી હતી જેને રોકીને એલસીબીની ટીમે ચેક કરતાં તે કારમાંથી વીદેશી દારૂની ૩૮૪ બોટલો મળી આવી હતી જેથી ૧,૪૪,૦૦૦ નો દારૂ અને કાર તેમજ મોબાઇલ ફોન મળીને કુલ ૬,૬૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો કયાથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચનાથી પીએસઆઈ એન.બી. ડાભી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચંદુભાઇ કાણોતરા તથા દશરથસિંહ પરમારને ખાનગીરાહે મળેલ હકિકત આધારે વાવડી રોડ સુમતીનાથ સોસાયટી પાસે એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે રોડ ઉપરથી ઇનોવા કાર નં. જીજે ૬ ઈએચ ૫૯૬૯ વાળી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી દારૂની સીલબંધ ૩૮૪ બોટલ મળી આવી હતી જેથી ૧,૪૪,૦૦૦ નો દારૂ,  ૪ મોબાઇલ ફોન અને ઇનોવા કાર મળીને પોલીસે ૬,૬૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો 

આ કારમાં બેઠેલા આરોપી જમારામ જેઠારામ પ્રજાપતિ (ઉ.૨૮) રહે. ડબોઇ, તાલુકો ગુડામાલાણી રાજસ્થાન, ઠાકરારામ ભેરારામજી પ્રજાપતિ (ઉ.૪૧) રહે. નોખડા તાલુકો ગુડામાલાણી રાજસ્થાન, સાગરભાઇ કાંતિભાઇ પલાણ (ઉ.૩૦) રહે. સેન્ટમેરી સ્કૂલ પાછળ, મોરબી અને રવિભાઇ જિતેન્દ્રભાઇ પાલા (ઉ.૨૬) રહે. નાનીવાવડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી નરેશ મલાજી નાઇ રહે. શેરપુરા તાલુકો તાડીસા જિલ્લો બનાસકાંઠા વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં મોરબી સિટી  એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો છે આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, સતિષભાઇ કાંજીયાએ કરેલ છે .




Latest News