મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં એસીનું રીપેરીંગ કરનારને મજૂરી ચૂકવી દીધી છતાં ફોન-વ્હોટ્સએપ કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં એસીનું રીપેરીંગ કરનારને મજૂરી ચૂકવી દીધી છતાં ફોન-વ્હોટ્સએપ કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આવેલા શખ્સને મજૂરી અને રિપેરિંગના પૈસા ચૂકવી દીધા હતા છતાં પણ તે રૂપિયાની માંગણી કરીને વારંવાર ફોન ઉપર તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર શુભ રેસ્ટોરન્ટ પાછળના ભાગમાં આવેલ અંકુર સોસાયટીમાં રહેતા દિપકભાઇ મોહનભાઈ ચંદવાણી જાતે સિંધી (ઉંમર ૪૫)એ હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતા ભવદીપભાઈ રમેશભાઈ કાનાણીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આરોપી ભવદીપભાઈ  આવ્યા હતા અને ત્યારે તેને આ મજૂરી અને રીપેરીંગ કામના તેઓએ રૂપિયા આપી દીધા હતા તેમ છતાં પણ રીપેરીંગના ભવદીપભાઈ કાનાણી તેઓને અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ભોગ બનેલા દીપકભાઈએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભવદીપભાઈ કાનાણીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News