વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક લજાઇ ચોકડી પાસે કાર ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા હેમરેજ: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક લજાઇ ચોકડી પાસે કાર ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા હેમરેજ: ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી પાસેથી વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેને કાર ચાલકે અડફેટે લેતા માથામાં હેમરેજ, કમરમા ફ્રેકચર અને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હતી માટે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં વૃદ્ધના દીકરાએ કારચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા ભાવેશભાઈ અમૃતલાલ ધાંજા જાતે વ્યાસ (ઉંમર ૩૯)એ સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ એફકે ૯૯૮૬ ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પિતા અમૃતલાલ ધાંજા લજાઈ ચોકડી પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મારૂતી કારના ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવીને તેના પિતાને હડફેટે લેતાં તેના પિતા ફંગોળાઈ ગયા હતા અને તેને માથામાં હેમરેજ, કમરના ભાગે ફ્રેક્ચર અને શરીરે નાનીમોટી ઇજાઓ થયેલ છે માટે તેને બેભાન હાલતમાં સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હાલમાં ભાવેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કારચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

કચ્છથી મોરબી જતાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા આધેડને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને જીવણભાઈ હીરાભાઈ સાવસેટા જાતે બોરીચા (ઉંમર ૫૫) રહે. દેવગઢ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તેની દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News