મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ   જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા 28 ફોટો મેટર   મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવા અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં વિજકંપનીની વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઇ


SHARE











ટંકારા તાલુકામાં વિજકંપનીની વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઇ

ટંકારા પીજીવિસીએલની બે ભાગમાં વહેંચણી કરી વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરવામાં આવી છે અને ટંકારા ડે. ઈજનેર આર.જી. સોજિત્રાની વિરપર પેટા વિભાગમાં મુક્યા છે તેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી.પી. ખાંટ મુકાયા છે જેથી વિજ જોડાણ અને ગ્રાહકોની ફરિયાદ હવે તાત્કાલિક નિકાલ થશે.

ઔધોગિક વિકાસ વચ્ચે ના વિજ કનેક્શન અને ખેતીવાડી કનેક્શનનો વ્યાપ વધતા ટંકારા પીજીવિસીએલ કચેરીને બે ભાગમાં વહેંચી નવા પેટા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે જે હવેથી વિરપર અને ટંકારા નામે ઓળખાશે જ્યા જરુરી મહેકમ અને અધિકારીઓ કર્મચારીઓથી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમા ટંકારા વિભાગના ડે. ઈજનેર આર. જી. સોજિત્રાની નવી વિરપર પેટા વિભાગમાં બદલી કરવામાં આવી છે જેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી. પી. ખાંટ એ ચાર્જ સંભાળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 33 ગામડા ટંકારા હેઠળ હતા ત્યારે હવે વિરપર પેટા વિભાગમાં 14 અને ટંકારા વિભાગમાં 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથેજ હવે વિજળી ગુલ લોડ વધારો ધટાડો અને ફોલડ સહિતની સમસ્યા માથી ગ્રાહકોને છુટકારો મળશે અને નવા જોડાણો પણ તાત્કાલિક વિજ પુરવઠો આપી શકાશે. જોકે વિરપર નવુ બિલ્ડીંગ તૈયાર થાય ત્યા સુધી કચેરી 66 કેવી પાસે લજાઈ ચોકડી ઉપર કાર્યરત રહશે.






Latest News