ટંકારા તાલુકામાં વિજકંપનીની વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઇ
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર
SHARE









વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર
વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પસાર થતી ઇકો કારનો પોલીસે ફીલ્મીઢબે પીછો કર્યો હતો અને કારને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે જેથી પોલીસે ૨,૮૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક શખ્સ પોલીસને જોઈને નાશી ગયો હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગીયાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ઇકો કારનો પીછો કરી ઇકો કાર નં. જીજે ૧૩ એબી ૬૭૯૯ ને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ભારતીય બનાવટની દારૂની ૨૧૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૮૧,૦૦૦ નો દારૂ કાર અને મોબાઈલ મળીને ૨,૮૬,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી જાતે બ્લોચ (ઉ.૨૦) રહે. ચોટીલા જીલ્લો સુરેન્દ્રનગરને ઝડપી લીધેલ છે અને પોલીસને જોઈને નાશી ગયેલ આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર રહે. ચોટીલા વાળાને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે તજવીજ શરૂ કરેલ છે
