મોરબીના નેશનલ હાઈવે ઉપર ધૂળના ઢગલા કરતા ઇસમોને પકડવામાં પોલીસ તંત્ર નાકામ..?
ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેના પાંચ સાગરીત ૧.૪૪ લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE
ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેના પાંચ સાગરીત ૧.૪૪ લાખના મુદામાલ સાથે પકડાયા
ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેની પોલીસે ઝડપી લીધેલ છે અને તેની પાસેથી ટંકારા પોલીસે હાલમાં સોનાનો ઢાળ વજન ૨૩ ગ્રામ, ચાંદીનો ઢાળ વજન ૪૭૪.૫૬૦ અને રોકડા રૂપીયા ૨૧,૦૦૦ આમ કુલ મળીને ૧,૪૪,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી જેથી પીએસઆઈ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ ટીમો કામ કરી રહી હતી ત્યારે ઘુનડા (ખા) થી રસનાળ ગામ તરફ જવાના રસ્તે સાંઘાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈના મંદિર પાસે આવતા કુલ પાંચ ઇસમો શંકાસ્પદ હાલત હતા જેથી તેને રોકીને પાંચેયની પુછપરછ કરી અંગઝડતી કરતા તેની પાસેથી રોકડ રૂપીયા ૨૧,૦૦૦ અને સોનાનો ઢાળ વજન ૨૩ ગ્રામ જેની કિમંત રૂપીયા ૯૪,૦૦૦ તથા ચાંદીનો ઢાળ વજન ૪૭૪.૫૬૦ ગ્રામ જેની કિમત રૂપીયા ૨૯,૦૦૦ મળી આવેલ છે જેથી પાંચેય ઇસમો પાસેથી સોના અને ચાંદીના ઢાળ સહીતનો મુદામાલ કબજે કરેલ છે
આ શખ્સો પાસે બીલો કે આધારપુરાવા માંગતા તે નહી હોવાનુ જણાવતા ચોરીની શકપડતી મીલકત ગણી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે અને હાલમાં આરોપી મુકામ ભુરસિહ ડાવર (ઉ.30) રહે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી તાલુકો જોડીયા મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી, જ્ઞાનસિહ સંપુ માવી (ઉ.૪ર) રહે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી, શંકર જુવાનસિહ ડામોર (ઉ.૨૧) રહે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી, માંજરીયા જ્ઞાનસિહ માવી (ઉ.૨૨) રહે. પીઠડ નિરૂભા જાડેજાની વાડી તાલુકો જોડીયા મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી અને કાંટુ ઉર્ફે કાનો ગુમાનભાઈ પસાયા (ઉ.૩૧) રહે. રસનાલ અમરશીભાઈ પટેલની વાડી તાલુકો જોડીયા મુળ રહે. દેહદીયા ફળીયુ અલીરાજપુર એમ.પી. વાળાનો સમાવેશ થાય છે અને આ શખ્સોએ ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરી હોવાનું કબૂલાત આપેલ છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિંહ જાડેજાએ કરી હતી