મોરબી બ્રહ્મ સમાજના આગેવાનોએ ગૃહમંત્રી- પંચાયત મંત્રીની મુલાકાત લીધી
મોરબીના નેશનલ હાઈવે ઉપર ધૂળના ઢગલા કરતા ઇસમોને પકડવામાં પોલીસ તંત્ર નાકામ..?
SHARE









મોરબીના નેશનલ હાઈવે ઉપર ધૂળના ઢગલા કરતા ઇસમોને પકડવામાં પોલીસ તંત્ર નાકામ..?
મોરબીમાં નેશનલ હાઇવે ઉપર ઠેરઠેર જુદી-જુદી જગ્યાઓએ વાહનચાલકો દ્વારા ધુળ-માટીના ઢગલા કરી દેવામાં આવે છે અને આવા સમાચારો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મીડિયામાં પ્રસિધ્ધ થતા હોય છે છતાં પણ આવા ઇસમોને સીસીટીવી ફૂટેજોની મદદથી પકડવામાં પોલીસ નાકામ હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કે નેશનલ હાઈવે ઉપર રોડ ઉપર જ ધુળ-માટીના ઢગલા કરી દેવામાં આવે છે.ધૂળ-માટીના ઢગલા રોડ ઉપર કરવાના લીધે રોડ અડધો બ્લોક થઈ જાય છે જેના લીધે બાઇવે ઉપર વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગઈકાલે પણ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ આવેલા આરગીલ સિરામિક નજીક નેશનલ હાઈવે ઉપર કોઈ ઈસમ દ્વારા પોતાના વાહનમાં રહેલ સફેદ માટીના ઢગલા કરવામાં આવેલા છે જેના લીધે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.ત્યાં આસપાસ કોમ્પલેક્ષ અને કારખાનાઓમાં સીસીટીવી ફૂટેજ હોય છે પરંતુ સીસીટીવી ફૂટેજો મેળવીને આવા તત્વોને ઝેર કરવાની તસ્દી પોલીસ દ્વારા લેવામાં આવતી નથી તે નરી વાસ્તવિકતા છે.
