મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ
મોરબી જિલ્લા આપ દ્વારા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવાની માંગ
SHARE
મોરબી જિલ્લા આપ દ્વારા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવાની માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવીને ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, તેઓના મળતિયાઓ અને વહીવટદારો દ્વારા ખુબજ પ્રમાણમા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે તાજેતરમાંથી રાજકોટના પોલીસ અધિકારીઓની સામે અણીદાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે માટે મોરબી જિલ્લા આપ દ્વારા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીની ધરપકડ કરીને તેના ડીસમિસ કરવાની માંગ કરવામાં આવી છે
સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓમા ભ્રષ્ટાચાર વગર કોઈ કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે સરકારી કામ કરાવવા માટે દરેક કચેરીમાં ગેરકાયદેસર રીતે વહીવટ કરવા માટે વહીવટદાર કે પછી દલાલ રાખવામા આવે છે અને જે તે અધિકારીના નાના કે મોટા વહીવટ કરતો હોય છે અને તેમાથી તેને પણ અમુક રકમ મળતી હોય છે આ મુદે ભ્રષ્ટાચારીઓની અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાનાં જે તે વિભાગના વડા કે સરકારના મંત્રાલય દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી
ત્યારે તાજેતરમાં આઇપીએસ અને રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના તાબાની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડીના નાણા આરોપી પાસેથી વસૂલી ૭૫ લાખ જેવી માતબર રકમ મનોજ અગ્રવાલ દ્વારા લેવામાં આવી હોવાની રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરલે છે તેમજ ફરિયાદી સખીયાએ રૂબરૂમા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે ગુહાર કરી છે અને મુખ્યમંત્રીની સીધી સૂચનાથી પીઆઇ ગઢવી વિરૂદ્ધ તપાસ નિમાઈ છે. એટલે કે સરકાર મુખ્ય આરોપી મનોજ અગ્રવાલ વિરૂદ્ધ હજુ પણ કોઈ એફઆઇઆર કરેલ નથી અને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને છાવરવા જેવી વૃત્તિ ધરાવે છે.
આવા સંજોગોમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબીના એસપી મારફત ગૃહ વિભાગને આવેદન આપી અલટીમેટમ આપી જાણ કરવામાં આવી છે કે, મનોજ અગ્રવાલની સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી હાઇકોર્ટના સિટિંગ જજની નિગરાની હેઠળ એડીજીપી કક્ષાના પોલિસ અધિકારી દ્વારા તપસ કરવાં આવે તેવી માંગ અને મનોજ અગ્રવાલની ધરપકડ કરીને તેને ડિસમિસ કરવામા આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી વતી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ મોરબી જિલ્લા મંત્રી જયદીપભાઈ સરસાવાડિયા સહિતના દ્વારા કરવામાં આવેલ છે









