મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબીમાં જુદીજુદી ત્રણ રેડમાં ૧૦ બોટલ દારૂ સાથે ચાર શખ્સ ઝડપાયા


SHARE







વાંકાનેર-મોરબીમાં જુદીજુદી ત્રણ રેડમાં ૧૦ બોટલ દારૂ સાથે ચાર શખ્સ ઝડપાયા

 વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાના પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું તે બાઇકને રોકીને પોલીસે બાઇક ઉપર જતાં શખ્સોને ચેક કરતાં બાઇક સવાર શખ્સોએ પાસેથી ૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને ૩૫ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૩૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના સરતાનપરથી માટેલ રોડ તરફ જવાના રસ્તા ઉપર આવતા રીચ કારખાના પાસેથી પસાર થતા બાઇક નંબર જીજે ૭ વીએસ ૦૮૯૯ બે રોકીને પોલીસે તે બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની ૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ૩૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા ગામના રહેવાસી વિપુલભાઈ લાલજીભાઈ ગમારા જાતે ભરવાડ (ઉંમર ૩૩) તેમજ નીચી માંડલ ગામે રહેતા લાખાભાઈ ઉર્ફે મનીષભાઈ ખેતાભાઇ લાંબરીયા જાતે ભરવાડ (ઉંમર ૧૯) ની ધરપકડ કરેલ છે અને આ બન્ને શખ્સો પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે. 

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજયભાઈ રાણાભાઈ વીરડા જાતે બોરીચા (ઉંમર ૨૪) રહે. પરસોતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે વાંકાનેર નેશનલ હાઈવે ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતના દારૂ સાથે હાલમાં ઇનાયતભાઇ અયુબભાઇ પીપરવાડીયા જાતે પીંજારા (ઉમર ૨૨) રહે. લક્ષ્મીપરા, શેરી નં.૨ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.






Latest News