મોરબીના કેરાળી ગામે વીજ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરનારા ચાર આરોપીની ધરપકડ
ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે
SHARE









ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે
મોરબી જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ વાંકાનેર નજીક આવેલ મહંમદી લોકશાળા ખાતે યોજાયો હતો જેમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબામાં તથા હરબટીયાળી ગામની બહેનોનું ગ્રુપ સહિયર ક્લાવૃંદ પ્રાચીન રાસમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે. આ બંને ગ્રુપને બંને રાસ હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને તૈયાર કરાવ્યા હતા. જેમાં સાજીંદા તરીકે સંઘાણી સરોજબેન, સંઘાણી જયપ્રકાશભાઈ, સંઘાણી હર્ષદભાઈ, ઢેઢી નાથાભાઇ, સંઘાણી નૌતમભાઈ તેમજ દુબરીયા અંબારામ ભાઈએ સેવા આપી હતી. હવે તેઓ મોરબી જીલ્લાનું તથા હરબટીયાળી ગામનું પ્રતિનિધિત્વ પ્રદેશ કક્ષાએ કરશે. આ તકે હરબટીયાળી શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયાએ તેમજ ગામના સરપંચ સંઘાણી સરોજબેન અને ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ-બહેનોએ બંને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
