મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ક્રેન ચાલકની ધરપકડ
મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો
ભારતને સ્વાધીનતા પ્રાપ્ત થઈ તેને ૭૫ વર્ષ પૂરા થયા છે ત્યારે સ્વતંત્ર ભારતમાં જન્મી, ઉછરી અને મોટી થયેલ પેઢી તેમજ નાના બાળકો સ્વતંત્ર સંગ્રામમાં જેમને અમૂલ્ય યોગદાન આપેલ છે જેઓએ દેશ માટે વર્ષો સુધી જેલ ભોગવી છે. અનેક યાતનાઓ ભોગવી છે. ફાંસીના માંચડે લટકી પ્રાણની આહુતિ આપેલ છે એવા શહીદવીરો, ક્રાંતિકારીઓ, દેશનેતાઓની બલિદાનનની ગાથાઓને જાણે સમજે એમના આદર્શો, મૂલ્યો જીવનમાં ઉતારે,તેમજ ભવ્ય ભારતમાં અવતરણ પામેલા દેવી દેવતાઓ, સતીઓ,સંતો, મહંતોના જીવન કવનથી વાકેફ થાય અને વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગ્રત થાય એ માટે શાળાના તમામ બાળકોએ દેશનેતાઓ, સાધુ,સંતો,દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.