મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો
હળવદના ચાડધ્રા નજીક ટ્રેક્ટર નીચે યુવતીને કચડી નાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
SHARE









હળવદના ચાડધ્રા નજીક ટ્રેક્ટર નીચે યુવતીને કચડી નાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે ટ્રેક્ટરમાં બેસીને જતી યુવતી ટ્રેક્ટરમાંથી નીચે પડી ગઈ હતી ત્યારે તેના માથા પરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું હતું જેથી તે યુવતીનું મોત નિપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવતીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં ટ્રેકટર નંબર જીજે ૧૮ એફ ૮૧૦૪ માં દરીયાવભાઇ જોત્યાભાઇ રાઠોડ જાતે આદીવાસી (ઉ.૫૬) ની દીકરી રાધૂ (ઉંમર ૧૯) ટ્રેક્ટરમાં બેસીને જતી હતી ત્યારે ટ્રેકટરચાલક કમલભાઈ હરજીભાઈ બામનીયા જાતે આદિવાસી રહે મૂળ એમ.પી. વાળાએ પોતાનું ટ્રેક્ટર બેફીકરાઈથી ચલાવ્યું હતું જેથી તે ટ્રેક્ટરની સીટમાંથી નીચે પડી ગઈ હતી અને તેના માથા ઉપરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું અને રાધુનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ બનાવમાં હાલમાં મૃતક યુવતીના પિતાએ કમલભાઈ બામનીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
