મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE









હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરની અંદર રહેતા નથુભાઈ મૂળજીભાઈ ઢવાણીયા જાતે કોળી (ઉંમર ૪૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર નથુભાઈ મૂળજીભાઈને છેલ્લા ૨૦ વર્ષથી મગજની બીમારી હતી અને અસ્થિર મગજ હોય તેની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળી રહ્યું છે.




Latest News