મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે ઉમિયા માર્કેટની દુકાનમાંથી ૩૧૨ બીયર સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના પંચાસર રોડે ઉમિયા માર્કેટની દુકાનમાંથી ૩૧૨ બીયર સાથે એક શખ્સ પકડાયો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટની દુકાનમાં બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી બીયરના ૩૧૨ ટીન સાથે એક શખ્સ ઝડપાયો છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટમાં પહેલા માળે પગથિયાંની બાજુમાં આવેલ દુકાનમાં બિયરનો જથ્થો હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા દુકાનમાંથી બીયરના ૩૧૨ ટીન સાથે ભાર્ગવ સુધીરભાઈ ઉર્ફે સુખાભાઇ વિઠ્લાપરા (ઉંમર ૨૮) રહે. વાવડી રોડ કબીરધામ પાસે ભક્તિ નગર સોસાયટી-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે તેની પાસેથી ૩૧૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે આ શખ્સ પાસે બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે




Latest News