મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડ: સાત જુગારી પકડાયા


SHARE







મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડ: સાત જુગારી પકડાયા

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર બે અને ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર બે અને ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઈકબાલભાઈ કાસમભાઈ પરમાર, પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા, કાસમભાઈ અહેમદભાઈ ભટ્ટી અને જૂસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે આ ચાર જુગારીઓ પાસેથી કુલ મળીને ૧૫,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર શક્તિ પાન વાળી શેરીમાં એટલાસ કારખાનાની સામેના ભાગમાં વરલી જુગાર લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિશાલ લક્ષ્મણભાઈ પરમાર (ઉંમર ૩૯) રહે. ટિંબડી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૭૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે પંચાસર રોડ ઉપરથી રમણીકભાઈ મનુભાઈ ડાભી (ઉંમર ૪૦) રહે. લાયસ્ન સ્કુલ પાછળ નવલખી રોડ મોરબી વાળો પણ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી પોલીસે ૫૬૦ ની રોકડ કબજે કરી હતી તો મોરબીના લીલાપર રોડ ઉપર ગોપાલ કારખાના પાસે વરલી જુગાર લેતા કેતન ગોપાલભાઈ ભડાણિયા જાતે કોળી (ઉંમર ૨૭) રહે. લીલાપર રોડ ગોપાલ કારખાના વાળો મળી આવતા પોલીસે ૨૨૦ રૂપિયાની રોકડ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ઢુવા ચોકી નજીક રીક્ષા સ્ટેન્ડ વરલીના આંકડા લેવામાં આતા હોય વાંકાનેર પોલીસે રેડ કરીને વલકુભાઈ સુખાભાઈ કોળી (ઉંમર ૨૦) અને મનસુખભાઈ રત્નાભાઈ કોળી (ઉંમર ૪૦) રહે. બંને સરતનપર રોડ વાળા પાસેથી ૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News