કચ્છના નાના રણ-ઘુડખર અભ્યારણમાંથી મીઠાના અગર-પાળા તોડી પાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન
SHARE









મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન
રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થાનને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી દાન મળતું હોવાથી દરવર્ષે મોરબીના આંગણે દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થા દ્વારા દાતાઓના સન્માન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના ૪૦૦થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ૨૩ ઓક્ટોબર ૧૯૮૫થી કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં આશરે લાખો લોકોના ઓપરેશન કરીને તેની વિકલાંગતાને દુર કરવામાં આવેલ છે અને આ સેવા યજ્ઞમાં દાતાઓ તરફથી ખુબ જ દાન મળે છે જેથી સંસ્થા દ્વારા સમયાંતરે દાતાઓનું સન્માન કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓના સન્માન માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવા માટે આ સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, રાજકોટ આશ્રમના ઇન્ચાર્જ તરુણભાઈ નાગદા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે
