હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે પકડાયો, એકની શોધખોળ
કચ્છના નાના રણ-ઘુડખર અભ્યારણમાંથી મીઠાના અગર-પાળા તોડી પાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
SHARE









કચ્છના નાના રણ-ઘુડખર અભ્યારણમાંથી મીઠાના અગર-પાળા તોડી પાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ વિસ્તાર ચેરાવાળી (સુરજબારી) માણબા, કાનમેર વગેરેમાં લોકો ખેતી અને મચ્છીમારી કરીને રોજી રોટી મેળવે છે જો કે, કચ્છ જીલ્લાના આ વિસ્તારમાં લોકોની રોજગારી છીનવાઇ તેમ છે જેથી કરીને ગેરકાયદે બનેલા મીઠાના અગરો તેમજ પાણી રોકવા માટે બનાવવામાં આવેલ મોટા પાળાઓને તોડી પાડવાની માંગ કરવામાં આવી છે અને અને આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી – કચ્છ, સુરેન્દ્ર નગર તેમજ બનાસકાઠા જીલ્લાઓ વચ્ચે કચ્છનું નાનું રણ આવેલ છે. આ વિસ્તારમાં ઘણા ગામો આવેલ છે આ ગામમાં વસતા લોકો વર્ષોથી ખેતીવાડીનું અને મચ્છીમારીનું કામ અરીને પરિવારનું ગુજરાન ચલાવે છે કચ્છના નાના રણમાંથી માળિયા (મી.) પાસેની હ્ડકીયા ક્રિકમાં ચોમાસા દરમ્યાન ઘણી નદીઓના પાણી આવે છે. જેમાં મચ્છુ, ઘોડાધ્રોઈ ,બ્રામણી , બનાસ, ચન્દ્ર્ભાગા, ફાલ્કુ, રૂપેણ સરસ્વતી, ગંગાવતી, ખારી, ડોકામારડી તેમજ બીજી ઘણી નાની મોટી નદીઓ મળીને કુલ ૧૧૭ નદી અને વોકળા નું પાણી છેક રાજથાનથી અહી હ્ડકીયા ક્રિકમાં થઇને દરિયામાં મળે છે. આ ક્રિક ઉપર ત્રણ પુલ બનાવવામાં આવેલ છે. જેમાં બે નેશનલ હાઇવેના અને એક રેલવેનો છે.
આ હડકીયા ક્રિકમાં વર્ષોથી નદીઓના ચોમાસાના પાણી દરિયામાં મળતા આવેલ છે. અને જ્યાં સુધી આ વિસ્તારમાં કોઈ જાતનું ગેરકાયદેસર દબાણ કે પાળા કરવામાં આવેલ ન હતા ત્યાં સુધી આ વિસ્તારના લોકોને પુરના પાણીનો કોઈ ખતરો ન હતો પરંતુ આ ગેરકાયદેસર દબાણ તેમજ મોટામોટા પાળાઓના અને તે પણ ફક્ત સાતથી આઠ આસામીઓ દ્વારા આશરે બે લાખ એકર કરતા પણ વધારે જમીનમાં કરેલ દબાણ અને મોટામોટા આશરે ૨૦ ફૂટ કરતા પણ મોટા પાળાઓના કારણે ચોમાસાના પાણીને દરિયામાં જવાનો માર્ગ તેમજ દરિયાના ભરતીના પાણીને રણ તરફ જવાના માર્ગ માં અવરોધ પેદા કરેલ છે.
જેના કારણે ચોમાસામાં વારંવાર આ વિસ્તારમાં પુરની પરીસ્થિતિ ઉદભવે છે. જેથી ખેડૂતોના ખેતરમાં પુરના પાણી ફરી વળે છે. અને તેનાથી તેઓને પારાવાર નુકશાન થાય છે. અને આવા બનેલ બનાવોમાં સરકારે અવાર નવાર લોકોને નુકશાની પેટે વળતર અને કેશ ડોલ્સ પણ ચૂકવેલ છે. માળિયા (મી.) પણ આજ કારણે વારંવાર પુરની પરિસ્થિતિ ઉદભવે છે. અને નેશનલ હાઇવે તેમજ રેલ્વે ટ્રેકને પણ નુકશાન થયેલ છે. જેના રીપેરીંગ માટે પણ સરકારે ખર્ચ કરવો પડેલ છે. અને આમાં ઉપર જણાવેલ ચારે જીલ્લાના ઘણા ગામોને અસર પણ થાય છે જેથી ખેતીની જમીન, ગામડાઓમાં મકાન, મીઠાના નાના નાના અગરો, તેમજ માચ્છીમારી કરી ગુજરાન ચલાવતા લોકોને પણ આની અસર થાય છે. તેઓના ધંધા પડી ભાંગ્યા છે. તેઓ બેકાર બન્યા છે.
આ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. તેમજ તેમાં ઘુડખર અભ્યારણ પણ આવેલું છે. જેથી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ વિસ્તારને રક્ષિત વિસ્તાર જાહેર કરેલ છે. અને આવા રક્ષિત વિસ્તારમાં આવા પ્રકારની કોઈ પણ પ્રવુતિને મંજુરી આપવામાં આવતી હોતી નથી. આમ છતાં આ વિસ્તારમાં ઘણા મોટામોટા મીઠાના અગરો બની જવા પામેલ છે. અને તેવા લોકો દ્વારા ઘણા મોટામોટા પાળાઓ પણ કરવામાં આવેલ છે. આવું થયેલ હોંવા છતાં ફોરેસ્ટ વિભાગ કે રેવન્યુ વિભાગ દ્વારા ગેરકાયદેસરની પ્રવુતિને રોકવા માટે કોઈ કાર્યવાહી કે પગલા લીધેલ નથી જે ખુબજ દુખદ વાત છે. માટે દબાણો દુર કરવા તેમજ પાળાઓ તોડવા માટેની માંગણી કરેલ છે. જો આગામી દિવસ ૧૫ માં કોઈ કાયદેસરના યોગ્ય પગલા લેવામાં નહીં આવે કે યોગ્ય પ્રત્યુતર પાઠવવાની તસ્દી લેવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. તો વહેલાસર યોગ્ય આદેશો કરીને દબાણ દુર કરવા તેમજ પાળાઓ તોડવાની કામગીરી જલ્દી થાય તે જરૂરી છે
