મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો
મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રિન્ટર તથા ૨૫ શાળાઓને વીઆર ગ્લાસ વિના મૂલ્યે આપવામાં આવ્યા તથા ત્યાં ડ્રોન, 3D પ્રિન્ટર, વીઆર ગ્લાસ, બેઝીક સાયન્સ, એઆઈ, કોમ્પ્યુટર કોડિંગ, ડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. જે આપવા પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે, બાળકો ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને. આ કાર્યક્રમમાં નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતા, રાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સારંગદેવોત, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. સંદીપ સંચેતી, ડૉ. બળવંત જાની, ડૉ. અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના કિશોરભાઈ હેમાણી, આશ્રમ શાળાના ટ્રસ્ટી ડૉ. લક્ષ્મણ ચાવડા સર, ડૉ. ડી.વી. મહેતા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, ટ્રસ્ટી સી.પી. શાહ અને જયેશ ઓઝા, ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ફાઉન્ડર દેવશીભાઈ પાડલિયા તથા શ્રી હાર્દિકભાઈ પાડલિયા, મનોજભાઈ ઓગણજા, કિશોરભાઈ શુક્લ અને મોરબી જિલ્લાની 75 શાળાના શિક્ષકો, વુમન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દીપાલીબહેન આડેસરા દ્વારા કરવામાં આવ્યું હતું.
