મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

પોલિસના અસ્તિત્વ ઉપર પ્રસ્નાર્થ : હળવદની શાકમાર્કેટમાં નજીવી વાતમાં વેપારીને બે શખ્સોએ છરીના ઘા ઝીકયા..?


SHARE







પોલિસના અસ્તિત્વ ઉપર પ્રસ્નાર્થ : હળવદની શાકમાર્કેટમાં નજીવી વાતમાં વેપારીને બે શખ્સોએ છરીના ઘા ઝીકયા..?

સાઇકલ લઇને શાકમાર્કેટમાં જવાની ના પાડતા હુમલો..!

હળવદમાં આવેલ શાકમાર્કેટમાં સાયકલ લઈને જવાની યુવાને બે શખ્સોને ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા વેપારી દુકાને હતો ત્યારે ત્યાં આવીને બોલાચાલી કરી ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે કાનની નીચે ના ભાગે ગળા ઉપર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેથી વેપારીને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ ગયા હતા અને તેને હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અમીતભાઈ માણેકભાઈ મેંઢા જાતે ઠક્કર (ઉંમર ૪૮) હળવદની શાક માર્કેટની અંદર બેઠા હતા ત્યારે તેઓના ભત્રીજાએ આરોપી મહંમદ રહીમ ફકીર અને સહેજાદ રહિમ ફકીર રહે. બંને મોચીવાડ હળવદ વાળાને સાઇકલ લઇને શાકમાર્કેટમાં જવાની ના પાડી હતી જે તેઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને મહંમદ અને સહેજાદ અમિતભાઈની દુકાને આવ્યા હતા અને ત્યાં ઝઘડો કરીને ગાળો આપી હતી ત્યારબાદ મહંમદ રહીમ ફકીરે તેની પાસે રહેલ છરી અમિતભાઈને ગળા અને ગાલ ઉપર મારી હતી અને આરોપી સહેજાદએ તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ફરિયાદી અમિતભાઈને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈને ગયા હતા હાલમાં આ બનાવની અમિતભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહંમદ રહીમ ફકીર અને સહેજાદ રહિમ ફકીરની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News