વાંકાનેરના યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત
મોરબીના નવલખી રોડે લાઇન્સનગર પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના નવલખી રોડે લાઇન્સનગર પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સ ઝડપાયા
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાંથી અમૃતનગર સોસાયટી તરફ જવાના રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક્ટીવાને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો અને એક્ટીવા આમ કુલ મળીને ૪૧,૩૨૫ ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાંથી અમૃતનગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા એક્ટીવાને રોકીને પોલીસે ચેક કરતા એક્ટિવાની ડેકીમાંથી દારૂની ત્રણ બોટલ અને બીયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૩૨૫ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો અને ૪૦ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૪૧,૩૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે દિપક ઉર્ફે દિપો ઘનશ્યામભાઈ કુરિયા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. નવલખી રોડ લાઇન્સનગર રામ પાન વાળી શેરી મોરબી તેમજ સાહિલ અયુબભાઇ માણેકીયા જાતે-ઘાંચી (ઉમર ૨૦) રહે. રણછોડનગર રવિરાજ ચક્કી શાંતિવન સ્કુલ પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ચાર બોટલ દારૂ
હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં પસાર થઈ રહેલા યુવાને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં સુરેશભાઈ બાબુભાઈ સોલંકી (ઉંમર ૨૧) રહે. આંબેડકરનગર નવા તળાવ પાસે ચરાડવા વાળાની ધરપકડ કરે છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
