મોરબીના નવલખી રોડે લાઇન્સનગર પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સ ઝડપાયા
મોરબીના કાલીકા પ્લોટમાં સગીરાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









મોરબીના કાલીકા પ્લોટમાં સગીરાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આપઘાતના બનાવ બાદ સગીરાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તાર શેરી નંબર-૪ માં રહેતા રાજુભાઇ મકવાણાની ૧૬ વર્ષની દીકરીના રીનાબેને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી રીનાબેનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવિ વિગત સામે આવેલ છે કે, મૃતક રીનાબેનની માતા બીમાર છે અને ઘરની આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાથી તેની ચિંતામાં તેને અંતિમ પગલું ભરી લીધું છે તેવું સામે આવી રહ્યું છે.
