હળવદના મયુરનગરમાં ચ બનાવતા દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના આરોગ્યનગર ની અંદર રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેની દવા ચાલી રહી હતી અને તે સતત ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્ય નગર શેરી નંબર-૯ ની અંદર રહેતા તરુણભાઈ મનસુખભાઈ ધામેલીયા (ઉંમર ૨૭) ને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને તે સતત ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતાની જાતે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ત્રણ બોટલ દારૂ
મોરબી શહેરના વસંત પ્લોટ શેરી નંબર બે માંથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૭૧૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા જાતે દરબાર (ઉંમર ૩૦) રહે. દાઉદી પ્લોટ શેરી નં. -૨ મોરબી વાળા ની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
